મોરબીમાં સોમવારથી ત્રિદિવસય નિશુલ્ક યોગીશીબીર

મોરબીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે તા.૩૦ને સોમવાર થી ત્રીદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક યોગ શિક્ષકો ઉપરાંત પતંજલિ યોગ પીઠ હરિદ્વારના સાધ્વી દેવ અદિતિજી દ્વારા યોગ કરાવવામાં આવશે

મોરબીની રવાપર કેનાલ ચોકડી પાસે આવેલા ઓમ પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે તા.૩૦ને સોમવારથી ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ થશે. ત્રણ દિવસ સુધી સાંજે ૫:૩૦થી ૭:૩૦ દરમિયાન આ શિબિર યોજાશે.જેમાં તા.૩૦ અને ૧ ના રોજ સ્થાનિક યોગ શિક્ષકો દ્વારા શિબિર યોજાશે. તા.૨ એ પતંજલિ યોગ પીઠ, હરિદ્વારના સાધ્વી દેવઅદિતિજી દ્વારા શિબિર યોજાશે.

યોગમાં આવનાર સાધકોએ આસન, નેપકીન અને પાણીની બોટલ સાથે લઈ આવવાની રહેશે. વિશેષ માહિતી માટે રણછોડભાઈ જીવાણી મો.નં. ૯૯૦૯૨ ૦૨૮૩૩, નરશીભાઈ અંદરપા મો.નં.૯૮૯૮૩ ૨૦૨૩૩ નો સંપર્ક કરવા જણાવાયું છે

Comments
Loading...
WhatsApp chat