

મોરબી પાલિકાના વોર્ડ નં ૦૩ અને ૦૪ માટે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માં કુલ ૨૦૬૦ પ્રશ્નો રજુ થયા હતા જેનો નિકાલ કરવામાં આવ્યો છે. મોરબી ખાતે સેવાસેતુ કાર્યક્રમ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં આવકના દાખલાના ૯૯૫ પ્રશ્નો, કેશલેસ લીટરેસીના ૫૩૪ અરજી, આધારકાર્ડના ૮૭ તેમજ જન્મમરણ પ્રમાણપત્ર, ઉજાલા યોજના, જાતી પ્રમાણપત્ર અને રાશનકાર્ડ સહિતના કુલ ૨૦૬૦ પ્રશ્નો રજુ થયા હતા અને હમેશની જેમ આ સેવાસેતુ કાર્યક્રમમાં પણ તંત્ર દ્વારા તમામ ૨૦\૬૦ પ્રશ્નોના સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.