મોરબીમાં સગાઈના દિવસે ઘડિયા લગ્ન, વધુ એક પ્રેરણાદાયી લગ્નોત્સવની ઉજવણી

મોરબી પંથકમાં સમય અને ખોટા ખર્ચાઓ અટકાવવા માટે ઘડિયા લગ્નની શરૂઆત કરવામાં આવ્યા બાદ ઘડિયા લગ્ન લેવાનો ટ્રેન્ડ બની ગયો હોય તેમ વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા અને સમાજને પ્રેરણા પૂરી પાડવામાં આવી છે

મોરબીના રાપર મુકામે જગદીશભાઈ નરભેરામભાઈ કાલરીયાના પુત્ર હાર્દિકની સગાઇ ચુંદડી પ્રસંગ જુના દેવળિયાના ધનજીભાઈ લાલજીભાઈ ભોરણીયાની પુત્રી હેતલ સાથે યોજાયા હોય જેમાં સગાઇ ચુંદડી સાથે જ લગ્ન યોજાયા હતા આ પ્રસંગે માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના હોદેદારો શિવલાલભાઈ ઓગણજા, ડો મનુભાઈ કૈલા, અને ઉમિયા સમાધાન પંચના આગેવાનોના સમાજ ક્રાંતિના વિચારો અને ખોટા ખર્ચ તેમજ સમયનો વ્યય ના થાય તેવા હેતુથી શરુ કરેલી ઝુંબેશ અંતર્ગત શરુ કરેલા ઘડિયા લગ્નમાં આ પ્રસંગ પણ સાદગીથી ઉજવવામાં આવ્યો હતો અને સગાઈના દિવસે જ લગ્ન કરીને રાપર ગામમાં પાટીદાર પરિવારે આ ટ્રેન્ડને આગળ ધપાવ્યો છે ત્યારે બંને પક્ષને ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat