Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી પાલિકાની પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશમાં વધુ ત્રણ વેપારીઓ દંડાયા

મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટેની ટીમ કાર્યરત હોય જે ટીમે વધુ પાંચ હોલસેલરની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું જ્યાથી પ્લાસ્ટીકના ઝબલા અને ગ્લાસ જપ્ત કરી દંડ ફટકારવામાં આવ્યો છે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ અમલવારી માટેની ટીમની રચના કરી છે જે ટીમના નરેન્દ્રસિંહ રાઠોડ, શક્તિ મકવાણા, હમીર ગોગરા, રમેશ રબારી અને મહેશ રબારી સહિતની ટીમ આજે પાંચ હોલસેલરને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ત્રણ સ્થળેથી પ્લાસ્ટીકના ઝબલા સહિતનો પ્રતિબંધિત સામાન મળી આવ્યો હતો અને કુલ ૨૫ કિલો ઝબલા તેમજ ૮૦૦ પ્લાસ્ટીકના ગ્લાસ જપ્ત કર્યા છે અને ત્રણ વેપારીઓને ૧૫૦૦ રૂ. નો દંડ ફટકારવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat