Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લામાં મંજુરી વિના ચારથી વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

ચાલુ માસમા જિલ્લામાં દબાણો હટાવવાના જમીનની વિવિધ માગણીઓના પ્રશ્નો તથા જુદા-જુદા સમાજો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવા બનાવો બનતા હોય તદુપરાંત ચોમાસાના કારણે પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જવું અને પાણીનું ભરાવું જેવા પ્રશ્નોના અનુસંધાને આમજનતા દ્રારા નગરપાલીકા તથા કલેકટર કચેરી ખાતે સરઘસ અને આવેદનપત્ર આપે તેવી શકયતાઓ હોય

જેથી મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કેતન.પી.જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૦૮-૨૦૧૮સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃતરીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે

આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.

સરકાર દ્વારા આયોજીત કોઈપણ કાર્યક્રમને સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે.

Comments
Loading...
WhatsApp chat