Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ૯૭ ટકાથી વધુ મતદાન, બુધવારે મત ગણતરી યોજાશે

વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલ માર્કેટિંગ યાર્ડની ચુંટણી જીતવા ભાજપે પૂરી તાકાત લગાવી

 

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ સંઘ વિભાગની ૧૫ બેઠકો માટે ૨૮ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાઈ રહી છે જેમાં વાંકાનેર યાર્ડ ખાતે આજે સવારથી સાંજ સુધી મતદાન યોજાયું હતું

વાંકાનેર યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગમાં કુલ ૬૬૪ માંથી ૬૫૪, વેપારી વિભાગમાં ૨૦૩ માંથી ૧૯૫ અને ખરીદ વેચાણમાં ૨૫ માંથી ૨૪ મતદારોએ મતદાન કર્યું હતું અને યાર્ડની ચુંટણીમાં સરેરાશ મતદાન ૯૭ ટકાથી વધુ નોંધાયું હતું બુધવારે મત ગણતરી યોજાશે અને પરિણામો જાહેર કરવામાં આવશે

 

વાંકાનેર યાર્ડ કોંગ્રેસ પાસે હતું અને રહેશે : હરદેવસિંહ જાડેજા

વાંકાનેર યાર્ડની ચુંટણી અંગે કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર સાથે લેવાદેવા નથી તેવા લોકો કુદી પડ્યા છે જોકે યાર્ડ કોંગ્રેસ પાસે હતું અને રહેશે ખેડૂત પેનલમાં તમામ ઉમેદવારો કોંગ્રેસના વિજયી બનશે તો ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સહકારી આગેવાનો જે જમીન સાથે જોડાયેલ છે તેવા લોકો યાર્ડમાં સક્રિય છે ભાજપના આઠ ઉમેદવારો વિધાનસભા ચુંટણી માટે મેદાનમાં છે જે યાર્ડ કોણ જીતાડી સકે તેની કસરત કરી રહ્યા છે જોકે કોંગ્રેસનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું

 

લોકો પરિવર્તન ઈચ્છે છે, યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાશે : મોહન કુંડારિયા

વાંકાનેર યાર્ડની ચુંટણીમાં ભાજપે પૂરું જોર લગાવી દીધું હોય અને સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ અહી ચુંટણી દરમિયાન સતત ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે આરડીસી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા અને વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયાના માર્ગદર્શન હેઠળ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે અગાઉ વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપ પ્રથમ વખત વિજયી બન્યું છે અને તાલુકાના લોકો પરિવર્તન ઈચ્છે છે અને યાર્ડની ચુંટણીમાં પણ ભાજપ વિજયી બનશે તેમ જણાવ્યું હતું ખેડૂતોના હિતમાં કામ કરવા ભાજપ હમેશા તૈયાર હોય છે ખેડૂતોને ટેકાના ભાવ, ડીપ ઈરીગેશન યોજના સબસીડી અને વીમા સહિતના મુદે ભાજપ હમેશા ખેડૂતો સાથે રહ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat