


રોટરેકટ કલબ ઓફ હળવદ દ્વારા ડોક્ટર હાઉસ, સ્ટેશન રોડ, હળવદ ખાતે એક મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ શહેર અને તાલુકાના ૫૦૦ થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો. આ કેમ્પમાં નિદાન, ઈ. સી.જી., શ્વાસ ના રિપોર્ટ, બ્લડપ્રેશર, બ્લડસુગર, વગેરે બિલકુલ ફ્રી કરી આપવામાં આવ્યા હતા.
અને રૂપિયા ૬૫૦૦૦ ની દવાઓ કેમ્પમાં આવેલ દરેક દર્દીઓને ફ્રી માં આપવામાં આવી હતી.
આ કેમ્પમાં ડો. સંકેત મકવાણા એમ. ડી. મેડિસિન અને કન્સલ્ટન્ટ ફિજીસીયન , ડો. વૈશાલી મકવાણા એમ. ડી. સ્કીન, વીડી, ડો. જીગ્નેશ ચૌહાણ એમ. એસ. ગાયનેક, ડો. કુલદીપ ખાંદલા એમ. એસ. ઈ. એન. ટી. , ડો. ગૌતમ સોનગરા એમ. એસ. સર્જન, ડો. જગજીવન સોનગરા બી.ડી.એસ. ડો. પરેશ પરમાર બી.ડી.એસ. દ્વારા ડૉક્ટરી સેવા તેમજ પુનિત સોનગરા , ઉમેશ સોનગરા અને પ્રશાંત મકવાણા એ ફાર્માસિસ્ટ ની સેવા આપી હતી.
આ કૅમ્પને રોટરેક્ટ ક્લબ ઓફ હલવદ ના પ્રેસિડેન્ટ મહિપાલસિંહ જાડેજા, ચેતન અધારા, હિતેન અનડકટ, ડો. જગજીવન સોનગરા,સન્ની ત્રિવેદી, મિતેષ પટેલ, કલ્પેશ દવે, અર્પિત પટેલ,નવીન આચાર્ય, યશરાજ રાણા એ સફળ બનાવ્યો હતો રોટરી પ્રેસિડેન્ટ ચીનુભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામભાઈઅઘારા,રોહિતભાઈ મેંઢા, ડો. પરેશ પરમાર ખાસ હાજર રહ્યા હતાં.

