


મોરબી રોજગાર કચેરી દ્વારા આજે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જે જોબ ફેરમાં નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા તેમજ શહેરની અગ્રણી સિરામિક સહિતની કંપનીઓના પ્રતિનિધિઓએ યુવાનોને જોબ ઓફર કરી હતી.
રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આજે જીલ્લા કક્ષાનો મેગા જોબ ફેર શહેરની વીસી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આઈટીઆઈ, ડીપ્લોમાં, સ્નાતક, અનસ્કીલ્ડ એચ.એસ.સી./એસએસસી વગેરેની લાયકાત ધરાવતા ઉમેદવારો નોકરી મેળવવા માટે ઉમટી પડ્યા હતા આજે જોબ ફેરમાં ૧૩ થી ૧૪ કંપનીઓ જેમાં ૩૫૦ જેટલી જગ્યાઓ ભરવાની હોય જેને આજે યુવાનોને નોકરી ઓફર કરી હતી તો આજે મેગા જોબ ફેરમાં ૪૦૦ યુવક-યુવતીઓ નોકરી માટે જોબ ફેરમાં પહોંચ્યા હતા અને જોબ ફેર સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હોવાનું રોજગાર કચેરીના બી.ડી. જોબનપુત્રાએ જણાવ્યું હતું

