મોરબીના આંદરણા ગામે બઘડાટી મામલે વધુ ૪ ની ધરપકડ થઇ

મોરબીના આંદારણા ગામે જૂની અદાવતના મનદુઃખને લઈને બે જૂથો વચ્ચે શસ્ત્ર મારામારી સર્જતા પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોચી છે બનાવના પગલે ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો જે બઘડાટી પ્રકરણમાં પેહલા પોલીસે બે રાજેશ ગોકળ પરમાર અને લખમણ ખોડા પરમાર એ બંનેને મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઝડપી લીધા હતા ત્યાર બાદ પણ જે લોકોના આ બઘડાટી માં હતા તેવા લાલજીભાઈ જ્સાપરા, રણછોડ છનીયારા, છેડાભાઈ પરમાર અને પ્રવીણ પરમાર સહિતના ચાર શ્ખ્સોએ પોલીસ સમક્ષ હાજર થયા હતા જેની ધરપકડ કરવામાં આવી હતી આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ૬ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat