મોરબી જીલ્લાની ૩ બેઠક માટે ભાજપના ૨૭ થી વધુ મુરતિયાઓ દાવેદારી નોધાવી

મોરબી જીલ્લા માટે ભાજપે નિયુક્ત કરેલા નીતિન ભારદ્વાજ, નીમુબહેન કામલીયા અને રમેશ મુંગરાએ આજે ઉમેદવારોની સેન્સ લીધી હતી. જેમાં મોરબી જીલ્લાની મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠક માટેની સેન્સ પ્રક્રિયામાં સવારે પ્રથમ રાઉન્ડમાં વાંકાનેર બેઠક માટે મોટી સંખ્યામાં દાવેદારો પોતાના સમર્થક સાથે ઉમટી પડ્યા હતા જેમાં લોહાણા સમાજ અગ્રણી જીતુભાઈ સોમાણી, લોહાણા સમાજના અગ્રણી શૈલેષભાઈ ઠક્કર, રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલા, ઘોઘુભા જાડેજા, કોળી સમાજના પરષોતમભાઈ ભુવા, ગોરધનભાઈ સરવૈયા અને જીવનભાઈ સાકરિયા સહિતના ૧૨ ઉમેદવારો મેદાને આવ્યા હતા જયારે ટંકારા બેઠક માટે અરવિંદ બારૈયા, મંજુલાબેન દેત્રોજા, સુરેશ કણસાગરા, રામજીભાઈ માધવ, પ્રભુચરણદાસ અને હાલના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા એમ છ આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી અને સૌથી છેલ્લા મોરબી-માળિયા બેઠક માટેની દાવેદારી પ્રક્રિયામાં મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, વેલજીભાઈ પટેલ અને મંજુલાબેન દેત્રોજા સહિતના કુલ નવ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આમ જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે કુલ ૨૭ લોકોએ દાવેદારી નોંધાવી છે. મોરબી અને ટંકારા બેઠક પાટીદાર આંદોલનના પ્રભાવિત હોય તેમજ નર્મદા રથનો પણ ઠેર ઠેર વિરોધ સર્જાયો હતો છતાં ભાજપમાંથી દાવેદારી નોંધાવવા માટે ઘસારો જોવા મળ્યો હતો અને નિરીક્ષકોએ પણ ૧૫૦ પ્લસ ટાર્ગેટ પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સાંસદને ટંકારાથી લડાવવાની માંગ

આજે ભાજપના નિરીક્ષકો દ્વારા મોરબી જીલ્લાની ત્રણ બેઠકો પર સેન્સ લેવામાં આવી હતી જેમાં ટંકારા બેઠકનો પણ સમાવેશ થાય છે જે બેઠક પર આજે છ લોકોએ દાવેદારી નોંધાવી હતી જોકે યુવા ભાજપના તેમજ ટંકારા ભાજપના આઠ આગેવાનોએ નિરીક્ષકોને મળીને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને ટંકારા બેઠક પર ટીકીટ આપીને ત્યાંથી તે ચુંટણી લડે તેવી માંગ કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat