Billboard ad 1150*250

મોરબીમાં ૧૨૦૦ થી વધું બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા

0 25
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્રારા ૧૧ મો વિનામૂલ્યે મંત્ર ઔષધિ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો. બ્રાહ્મી,વચા,નવરત્ન, શંખપુષ્પી,મધ,સુવર્ણ ભસ્મ જેવી કિંમતી ઔષધિથી બનેલ સુવર્ણપ્રાશનના ટીપાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો, યાદ શક્તિમાં વધારો,તાવ શરદી વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી બચી શકાતું હોવાથી મોરબી તથા આજુબાજુનાં ગામનાં ૧૨૦૦  થી વધું બાળકો તથા અનેક પ્રેગ્નેન્ટ મહિલાઓએ લાભ લીધો હતો.

Post ad 2

બાળકોને ટીપા પીધા બાદ ગિફ્ટ પણ આપવામાં આવી. કેમ્પના આયોજક રાજ પરમારનાં કહેવા મુજબ પારસ મહેતા, હરેશભાઇ પીઠવા, યુવા કવી જલરૂપ, ભરતભાઇ કાનાબાર, હરેશભાઇ શેઠ, જગદીશભાઈ પરમાર, ક્રિષ્નાબેન પરમાર, વૈશાલીબેન પરમાર, ક્રિષ્નાબેન કવા, નીતાબેન, અરૂણાબેન, પ્રજ્ઞાબેન તથા સોરઠીયા લુહાર મોરબી, અનીલ ટાઈમ, અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઈટો, તથા અન્યનાં સહયોગથી આ કેમ્પ શકય બન્યો છે. આયોજકોનાં કહેવા મુજબ વધુને વધું બાળકોને આ આયુર્વેદિક ટીપાનો લાભ મળે અને દરેકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેં માટે દર પુષ્યનક્ષત્રએ આ કેમ્પનું આયોજન થાય છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat