

મોરબી જીલ્લા કલેકટર આઈ. કે.પટેલ દ્વારા તાજેતરમાં જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીના આદેશ આપ્યા છે જેમાં નાયબ મામલતદાર જે.વી.કાવર, પી.આર.ગંભીર, વી.પી. બારડ, જે.પી. પાલીયા, એમ.પી. કુંવરીયા, એસ.જે. ઠુંમર, બી.બી. બસિયા, એચ. જી. મારવાણીયા, એસ.એ. ઝાલા, કે.ડી. બુસા ઉપરાંત બે સર્કલ ઓફિસર બી એસ. પટેલ અને આર.જી રતન ની આંતરિક બદલી કરવામાં આવી છે જયારે પાંચ ક્લાર્કમાં વી.બી. કણઝારીયા, જી.વી. પઢીયાર, પી.એચ. જાડેજા, એ.આર.ઝાલરિયા અને એન.એમ. વઢેરની બદલીના આદેશો આપવામાં આવ્યા છે.