Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ મહર્ષિ ગુરુકુલ  આંગણે નવરાત્રિ મહોત્સવમાં ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓ ઝુમી ઉઠ્યા

 

મહર્ષિ ગુરૂકુલ દ્વારા આગામી પરીક્ષામાં વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે ભવ્ય રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેના કારણે વિદ્યાર્થીઓમાં નવો ઉમંગ-ઉત્સાહ જોવા મળ્યા હતા

નવરાત્રિના આનંદ-ઉલ્લાસના પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય  તેમજ  વૈશ્ર્વિક મહામારીમાં થી સમગ્ર દેશ ની દરેક વ્યક્તિ બહાર આવે અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત કરે નવભારત નું સર્જન થાય તેવી માતાજીને વિધાર્થીઓ પ્રાર્થના કરીએ

હંમેશા કાઈક નવું  કરવાનું નેમ ધરાવતુ હળવદ‌ મહર્ષિ ગુરુકુળ આજે પણ એક નવા અભિગમ સાથે વિદ્યાર્થીઓમાં કોરોના મહામારી  નો ડર દુર કરી  આગામી પરીક્ષામાં તનાવમુક્ત નિર્ભય થઈને પરીક્ષા આપી શકે તે હેતુથી મહર્ષિ  ગુરુકુળ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

આદ્યશકિત આરાઘનાના પાવન  પર્વ નવરાત્રિના નવમા  નોરતે મહર્ષિ ગુરૂકુલ ના પટાંગણમાં ૧૦૦૦ વધુ વિધાર્થીઓ એ નવરાત્રિ મહોત્સવનમા ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મહર્ષિ ગુરૂકુલ ના એમડી રંજનીભાઈ સંધાણી  એ નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, મા અંબાની કૃપાથી આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા આપણું રાજ્ય ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું.  તેમણે જણાવ્યું કે, નવરાત્રિના આનંદ-ઉલ્લાસના આ પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓ એ મહર્ષિ ગુરૂકુલ ના  ચાચર ચોકમાં રાસ ગરબાની સ્પર્ધા માં ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ  પ્રિન્સ પ્રિન્સેસ સહિતના ઇનામોથી નવાજવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સમગ્ર સંકુલ પરિસરમાં વિધાથીર્ઓ ભક્તિ રસમા તરબોળ બની ગરબે રમ્યા હતા.  આ કાર્યક્રમ અશોકભાઈ ગેલોત રાજુભાઈ ચનિયારા  તથા સ્ટાફ. વિધાથીર્ઓ  મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા.

 

Comments
Loading...
WhatsApp chat