મોરબીમાં ઉતરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ૧૦૦ થી વધુ પક્ષીઓ ઘાયલ થયા

ચાઇનીઝ તુક્કલના પ્રતિબંધના નિયમની પણ અમલવારી જોવા મળી ઉતરાયણ પર્વે દાન-પુણ્ય કરી ઊંઘીયાના લહેજત મોરબીવાસીઓએ માણી

 

મકરસંક્રાતિ પર્વની મોરબીવાસીઓએ રંગેચંગે ઉજવણી કરી હતી કોરોના મહામારીને પગલે ગત વર્ષે તહેવારોની મજા ફિક્કી પડી ગઈ હોય ત્યારે કોરોના મહામારીને ભૂલીને મોરબીવાસીઓએ પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી

મોરબીમાં ઉતરાયણ પર્વ નિમિતે છેલ્લી ઘડીએ ઘરાકી જોવા મળી હતી અને ગ્રાહકોએ ધૂમ ખરીદી કર્યા બાદ ઉતરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી તો ઉતરાયણ પર્વે દાન પુણ્યનું પણ અનેરૂ મહત્વ હોય શહેરના મુખ્ય માર્ગો સહિતના સ્થળોએ ગાયોના દાન માટે સ્ટોલ કાર્યરત હતા જ્યાં હિન્દુઓએ દાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું તો સવારથી જ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના ઘરોની અગાસી પર ચડી ગયા હતા અને પતંગ ઉડાવી હતી

તે ઉપરાંત મોરબીવાસીઓએ ઊંઘીયું અને બાસુંદીની મોજ પણ માણી હતી ચાલુ વર્ષ ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધના જાહેરનામાંની અસર જોવા મળી હતી અને સાંજના સુમારે ચાઇનીઝ તુક્કલ અને ગભારા આકાશમાં ચડ્યા ના હતા

 

પતંગ દોરીથી ઘાયલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ

મોરબી શહેરમાં ઉતરાયણ પર્વે અનેક લોકો ધાબા પરથી પડી જવાના, દોરીથી ગળું કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેમાં મોરબી શહેરમાં પતંગ દોરીથી એક યુવાન ઈજાગ્રસ્ત થતા ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો

 

મોરબી શહેરમાં ૧૦૦ થી વધુ પક્ષીઓ ઘાયલ, ૦૭ પક્ષીએ જીવ ગુમાવ્યા

મોરબીમાં ઉતરાયણ પર્વ પક્ષીઓ માટે આફત સમાન બની રહે છે ઉતરાયણ પર્વમાં વન વિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કાર્યરત પક્ષી સારવાર કેન્દ્રમાં ઉતરાયણ પર્વે ૧૦૦ અને શનિવારે બપોર સુધીમાં ૨૫ એમ ૧૨૫ ઘાયલ પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાં ૦૭ પક્ષીના મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat