

મોરબીના બેલા રોડ પર પેકેજીંગ કારખાનું ધરાવતા વેપારીને નજીકના કારખાનાના ભાગીદારો તેમજ અન્ય શખ્શોએ માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રદુષણ અંગે ફરિયાદ કર્યાનો ખાર રાખીને નજીકના કારખાનાના ભાગીદારો સહિતનાઓએ વેપારીને માર મારી ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પરના રહેવાસી મૌલિક વલ્લભ પટેલ (ઉ.વ.૨૧) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીનું કારખાનું તેના કારખાના નજીક આવેલું હોય જેની પ્રદુષણ અંગેની ફરિયાદ કચેરીમાં કરી હોય જે સારું નહિ લાગતા આરોપી હરી પટેલ, (રંગપર), સંજય પટેલ (પીપળી), અશ્વિન પટેલ, સંજયનો ચોથો ભાગીદાર, હિતેશ પટેલ તેમજ બીજા ૫-૭ અજાણ્યા ઈસમોએ તેની સાથે બોલાચાલી કરીને તેને માર મારી ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે કારખાનેદારની ફરિયાદને આધારે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.