

રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ VIKAS વિભાગ ગાંધીનગર દ્વારા ત્રણ ડેપ્યુટી ડીડીઓની બદલી અંગેના હુકમ કરવામાં આવ્યો છે જેમાં મોરબી જીલ્લા માટે જીલ્લા પંચાયત માટે ડી.ડી.ઓ અને બે ડેપ્યુટી ડી.ડી.ઓ નો સેટ અપ મજુર થયેલ છે જેમાં છેલા ઘણા સમયથી એક જ ડેપ્યુટી ડી.ડી.ઓ મોરબીમાં હતા ત્યારે હાલમાં થયેલી બદલીમાં રાજકોટ માં ફરજ બજાવતા આર.જે.ગોહિલની નિમણુંક મોરબી ખાતે ડેપ્યુટી ડી.ડી.ઓ તરીકે કરવામાં આવી છે.