મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા લિયો ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આજના બાળકો એ આવતી કાલના ભારત દેશના જવાબદાર નાગરિકો છે. તે વિચારને અનુસરીને મોરબી લાયોનેસ ક્લબ દ્વારા આઠ થી 18 વર્ષના બાળકોને ઇન્ડિયન લિયો કલબ સ્પોન્સર કરવામાં આવી હતી.આ પ્રસંગે નવનિયુક્ત પ્રેસિડેન્ટ વિષ્ણુભાઈ ત્રિવેદીએ લિયો કલબ ના પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકેના શપથ લીધા હતા.આ તકે ઉપપ્રમુખ તરીકે એન્જલબા એમ. ઝાલા, વેદાંત ત્રિવેદી સેક્રેટરી તરીકે હીરાની જય, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાઠોડ મયુર, ટ્રેસરર તરીકે રામવત વરૂણ ભાઈ તેમજ અન્ય સભ્યોએ શપથ લીધા હતા.

કાર્યક્રમમાં ડોક્ટર જ્યોતિબેન હાથી શપથવિધિ પુરોહિત તરીકેની જવાબદારી અદા કરી હતી. જેઓ લિયો સેક્ટર કોડીનેટર છે. આ સાથે જ અક્ષય ભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વેસ્ટ સેક્ટર કોડિનેટર તરીકે શોભના બા ઝાલા અને જયશ્રીબેન ગોરા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સુનીલાબેન પટેલ, કલ્પેશભાઈ હાથી, રવિન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સહદેવ સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા,

કાર્યક્રમનું સંચાલન ક્લબ સેક્રેટરી મયુરીબેન કોટેજા એ સુંદર રીતે કર્યું હતું મહેમાનોનો પરિચય ઉપપ્રમુખ ધ્વનિ બેન મારશેટ્ટી એ કર્યું હતું. તેમજ આભારવિધિ જ્યોતિબેને કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓનો અહેવાલ પઠન ટ્રેસરર નયનાબેનને કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, પ્રોજેક્ટ હેડ પુનમબેન હીરાની, માનસી બેન હીરાની, દેવિકાબેન મહેતા, ભારતીબેન, કામિનીબેન, કૃપાબેન અને દ્વિજેન્દ્રુબાલાબેન તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat