Billboard ad 1150*250

મોરબીના ઝીકીયાળી ગામે કોરોના સંક્રમણ રોકવા ૨૦ દિવસનું લોકડાઉન જાહેર

દુકાનો સવાર-સાંજ બે બે કલાક ખુલ્લી રહેશે

0 239

મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ ચેન તોડવા માટે મોરબીના ઝીકીયાળી ગામે ૨૦ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે

મોરબીના શ્રી ઝીકીયાળી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને સુચના આપતા જણાવ્યું છે કે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે ગામમાં તા. ૧૪ એપ્રિલથી તા. ૦૬ મેં સુધી ૨૦ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવે છે જેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે ૭ થી ૯ અને સાંજે ૫ થી ૭ સુધી ખુલ્લી રહેશે દવાખાના મેડીકલ ચાલુ રહેશે અને ઈમરજન્સી બાબતમાં છૂટ રહેશે દુકાનદાર આપેલ સમય બાદ દુકાન ખોલશે તો પ્રથમ વખત રૂ ૨૦૦૦ દંડ અને બીજી વાર દુકાન ખોલશે તો પોલીસ કેસ કરવામાં આવશે જેની દુકાનદારોએ નોંધ લેવા જણાવ્યું છે સાથે જ ગ્રામજનોને સાથ સહકાર આપવા અને કારણ વિના ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat