મોરબીનાં યુવાકવિ રવિ ડાંગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુથ ફેસ્ટિવલમાં ફરીવાર હેટ્રિક




તાજેતરમાં તારીખ 8,9 અને 10 ઓક્ટોબર,2018નાં રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ‘થનગનાટ -2018’ નામથી યુથ ફેસ્ટિવલ યોજાઈ ગયો જેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.
દરવર્ષે યોજાતા આ યુવક મહોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાગ લેતા મોરબીનાં યુવાકવિ તથા રાજકોટની શ્રીમતિ એમ.ટી.ધમસાણિયા કોમર્સ કોલેજનાં વિદ્યાર્થી રવિ ડાંગર વિજેતા હોય જ છે. આખરે ગત વર્ષની માફક આ વર્ષે પણ ડિબેટમાં પ્રથમ, પાદપૂર્તિમાં પ્રથમ તથા ગઝલ,શાયરી અને કાવ્યલેખનમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરીને ફરીવાર હેટ્રિક ફટકારી છે.આ ક્ષણે કોલેજ અને સમાજનાં દરેક લોકો આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે.



