


પોતાના વ્હાલસોયા પુત્રનો જન્મદિવસ ઉજવવાનો અદકેરો હરખ દરેક માં-બાપને હોવાનો જ છે. પરંતુ અન્યને ખુશીઓ આપીને ખુશ થનારા ખુબ ઓછા લોકો હોય છે. મારો એક અંગત મિત્ર જીગ્નેશ દોશી અને એમના પત્ની પરેશાભાભીને કુદરતે ૧૨-૧૨ વર્ષે સંતાન સુખ આપ્યું. આ દંપતી હંમેશા બીજાને ખુશીઓ આપવાનો સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે.એમના આ પ્રેમ રૂપી દામ્પત્ય જીવનમાં આજ થી ૨ વર્ષ પહેલા રુદ્ર નામના પુષ્પનો જન્મ થયો. જન્મનો આનંદ આખા દોશી પરિવાર અને જીગ્નેશના મોટા મિત્રવર્તુળને થયો.
ખુબ સારા લાલન પાલન અને સંસ્કારોના ઉછેર સાથે રુદ્ર એક વર્ષનો થયો ત્યારે જીગ્નેશ અને પરેશાભાભી એ રૂદ્રનો બર્થડે ખુશીઓ આપીને ઉજવવાનું નક્કી કર્યું. સંતાનોથી અલગ રહેતા માવતર અને માવતર વિનાના સંતાનો સાથે એટલે કે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં વડીલો અને બાળકો સાથે ઉજવ્યો.
જીગ્નેશ હંમેશા કોઈક ને કૈક આપીને ખુશ થનારો વ્યક્તિ છે.ધંધામાં નાની મોટી નુકસાની વખતે પણ તેને ક્યારેય પોતાની મુસ્કાન કે સ્વસ્થતા ગુમાવી નથી. આજે રુદ્ર ૨ વર્ષનો થયો. વધુ એક વખત ખુશીઓ વહેંચવાનો અવસર. જેમને કુદરતે આ જગત જોવા માટે સક્ષમ નથી એવા એટલે કે પ્રજ્ઞા ચક્ષુઓ સાથે આ ઉજવણી કરવાનું આયોજન કર્યું.
મોરબી ના લક્ષ્મીનગર પાસે આવેલા પ્રજ્ઞાચક્ષુ સેવા સંકુલ ખાતે દોશી પરિવારે આજે આ સેલિબ્રેશન કર્યું.૧૩૦ જેટલા લોકો ને સ્વાદિષ્ટ ભોજન કરાવીને આ પરિવારે સંતોષ મેળવ્યો.સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલો જીગ્નેશ હંમેશા કહેતો રહે છે કે, યાર ખુશી તો બીજાને આપવાથી મળે છે. બસ રુદ્રમા પણ તેના મમ્મી પપ્પા દાદા દાદી અને પરિવારનો આ સંસ્કારી વારસો જાળવી રાખીને જગતમાં ખુશીઓ ફેલાવતો રહે તેવા આશીર્વાદ વડીલોએ આપ્યા હતા