

મોરબીમાં છેલ્લા ધણા સમયથી શહેરના મુખ્ય માર્ગો તથા શેરી વિસ્તારમાં રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જો કે તેમજ રાજય સરકાર દ્વારા મોરબીના રોડના નવીનીકરણ માટે ગ્રાન્ટ મંજુર કરવામાં આવતા શહેરના તમામ માર્ગો રીપેર તથા નવા બનવા જઈ રહ્યા છે જેમાં મોરબીના વોર્ડ નંબર ૪માં બે કરોડ બેતાલીસ લાખના ખર્ચે રોડનું ખાર્તમુર્હત કરવામાં આવ્યું હતું.આ તકે નગર સેવક હીનાબા કે. જાડેજા ગાઁડન કમિટી ના ચેરમેન ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયા મોરબી નગરપાલીકા ના પ્રમુખ ગીતાબેન કે. કંજારીયા,ચીફ ઓફીસર સાહેબ,પવડી ચેરમેન ફારુકભાઇ મોટલાણી,જીલ્લા ભાજપના ઊપપ્રમુખ જીજ્ઞેષભાઇ કૈલા,જયદીપ હુંબલ,ટી.પી.ચેરમેન પ્રકાશભાઇ ચબાડ સહિત સોસાયટીના આગેવાન ધર્મેનદ્રસીંહ અેચ.જાડેજા(ચાંદલી) ,ચંદુભા જાડેજા(જેતપર) ,ચકુભા જાડેજા(વાધરવા) હા.બોઁડ ના તમામ રહેવાસી તેમજ નગરપાલીકા તમામ કમઁચારી ઉપસ્થિત રહ્યા હતા.