



મોરબીના વિસીપરમાં રેલ્વે સ્ટેશન ખાડા વિસ્તારમાં રહેતા કાસમ સીદીકભાઈ સુમરા (ઉ.૩૨)એ મોરબી બી.ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત બપોરના સમયે તેમના મોટાભાઈ મહમદભાઈ સાથે રિયાજ જીકરભાઈ ધાંચી રહે વિસીપરા રેલ્વે સ્ટેશન ખાડા વિસ્તારમાંએ વિના કારણોસર બોલાચાલી કરતો હોય જેથી કાસમભાઈ તેને સમજાવેલ તેનો ખાર રાખીને કાસમભાઈ તથા મોહમદભાઈને ગાળોબોલી ફરીને ડાબા હાથની હથેળીમાં છરી વડે ઈજા કરી તથા આરોપી સરફરાજ ધાંચી અને એજાજ ધાંચીએ લાકડી વડે મૂંઠ માર ઈજા પહોચાડ્યાની ફરિયાદ નોંધાય છે.આ મામલે મોરબી બી.ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

