



મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં આવેલ શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર ખાતે ત્રણ દિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી રામદેવજી મહારાજના તેમજ શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી ગણપતિ દાદા તથા શ્રી હનુમાનજી મહારાજ અને ભક્ત હરજીભાટી તથા ડાલીબાઈ તેમજ ઘોડો અને ઈંડું, ધજા, સ્થંભ અને ટોકરાની જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૦૯ થી ૧૧ એમ ત્રણ દિવસ ઉજવાશે
જેમાં તા. ૦૯ ને સોમવારે સવારે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, શ્રવણ, જલયાત્રા, તા. ૧૦ ને મંગળવારે આવાહિત દેવતાનું પૂજન, કુટીર કર્મ, શ્રી રામદેવજી મહારાજની રાજોપચાર પૂજા અને રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ તેમજ તા, ૧૧ ને બુધવારે મંદિરનું પ્રસાદ, વાસ્તુ પૂજન, શિખર કળશ અભિષેક, પ્રતિષ્ઠા હોમ અને શ્રીફળ હોમ આરતી તેમજ આશીવચન યોજાશે અને તા. ૧૧ ને બુધવારે સંજે ૬ કલાકે મહાપ્રસાદ યોજાશે

