Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ની ત્રણ સિરામિક કંપનીઓનું વધુ વિદેશી હુંડીયામણ લાવ બદલ સી.એમ. વિજય રૂપાણી હસ્તે સન્માન કરાયું

લેક્સેસ, વરમોરા અને સનશાઈન ફેક્ટરી યુવા ઉદ્યોગપતિઓ બિરદાવામાં આવ્યા

મોરબીને ઉદ્યોગ નગરી તરીકે ઓળખવામાં આવે છે અને અહીના ઉદ્યોગ સાહસિકો થી બધા પરિચત છે ત્યારે જેમાં પેહલા નળિયા પછી ઘડિયાળ અને હવે સિરામિક ઉધોગે વિશ્વમાં ડંકો વગાડ્યો છે ત્યારે હવે યુવાન પેઢી ભારત નહી પણ વધુમાં વધુ સિરામિક એક્ષ્પોર્ટ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે આજ રાજકોટમાં વિદેશી હુંડીયામણ દેશ વધુ લઇ આવવા બદલ સૌરાષ્ટ્રની ૩૨ એક્ષ્પોર્ટ હાઉસ હોલ્ડરનું સ્નામાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી.એમ. વિજય રૂપાણી હસ્તે  આ ઉધોગકારો નું સ્નામાન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સિરામિક સહિતના ઉદ્યોગકારો માટે ગર્વ લેવા જેવી બાબત જોવા મળી હતી મોરબી ની લેકસેસ સિરામિક ના હિતેશભાઈ દેત્રોજા, વરમોરા સિરામિક માંથી હિરેન પટેલ અને સનશાઈન સિરામિક માંથી હાર્દિક પટેલ નું સી.એમ. હસ્તે આ ૩ કમ્પનીના યુવા ઉદ્યોગપતિઓનું  સ્નામાન કરવમાં આવ્યું હતું મોરબી આ ૩ સિરામિક ફેકટરીઓ રૂપિયા ૧૫૦ કરોડ જેટલું એક્ષ્પોર્ટ કરી વિશ્વ લેવલે મોરબીના સિરામિક ઉદ્યોગ નો ડંકો વગાડ્યો છે

Comments
Loading...
WhatsApp chat