રાજ્યના ૩૨ શ્રેષ્ઠ શિક્ષકોમાં મોરબીના શિક્ષક પસંદગી પામ્યા

શિક્ષક દિન નિમિતે પારિતોષિક એનાયત કરાશે

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માટે રાજ્યભરમાંથી ૩૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં મોરબીના એક શિક્ષકનો સમાવેશ થાય છે ત્યારે મોરબીના શિક્ષકે રાજ્યભરમાં મોરબીનું ગૌરવ વધાર્યું છે

રાજ્યના ૩૨ શ્રેષ્ઠ શિક્ષકોની યાદી આજે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં મોરબીના વીસી હાઈસ્કૂલ પાસેની તાલુકા શાળા નં ૦૧ ના શિક્ષક મહેશગર અમરગર ગોસ્વામીની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે જેને આગામી તા. પ સપ્ટેમ્બર-૨૦૧૮ શિક્ષક દિનના રોજ પારિતોષિક એનાયત કરવામાં આવશે તો મોરબીના શિક્ષકની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat