Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીનો સુરજબાગ બગીચો છે કે ઉકરડો ? ભયંકર ગંદકી ફેલાઈ

મોરબી શહેરમાં રાણીબાગ, કેસરબાગ, સુરજબાગ તેમજ શંકર આશ્રમ સહિતના સ્થળોએ રાજાશાહી વખતના બગીચાઓ આવેલા છે પરંતુ સમયાન્તરે તંત્ર જાળવણી કરી શકતું ના હોય આજે સરદાર બાગને બાદ કરતા એકપણ બગીચો બેસવા લાયક બચ્યો નથી. તો કેસર બાગ અને સુરજબાગમાં તો જઈ સકાય તેવી સ્થિતિ પણ રહી નથી. આ બંને બગીચાઓ અસામાજિક તત્વોના અડ્ડા સમાન બની રહ્યા છે. જુલાઈ માસમાં પડેલા વરસાદને પગલે સ્ટેશન રોડ પરના સુરજ બાગમાં ગંદકી અને કીચડના સામ્રાજ્ય જામ્યા છે. બાવાઓ અને સાધુઓનો અડ્ડો બનેલા સુરજ્બાગમાં આમેય સામાન્ય નાગરિકો જવાનું પસંદ કરતા નથી તેમાય જુલાઈ માસના વરસાદ સમયથી અહી ગંદકી અને કીચડના સામ્રાજ્ય ખડકાયા છે જેને આજે ૨૫ દિવસ કરતા વધુ સમય વીત્યા બાદ પણ તંત્રને હજુ સફાઈની ફુરસદ મળી હોય તેમ લાગતું નથી. સુરજબાગમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજયત જોવા મળે છે અને સુરજબાગ એ કોઈ બગીચો નહિ પરંતુ ઉકરડો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોરબીના ચીફ ઓફિસર સાગર રાડિયાએ મોરબી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સુરજબાગના રીનોવેશન માટે વર્ક ઓર્ડર આપી દેવાયો છે. ૩૫ લાખના ખર્ચે બગીચાનું રીનોવેશન કરવામાં આવશે. વરસાદ વિરામ લે એટલે તુરંત કામ શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat