મોરબીની સોનમ કલોક કંપનીનો શેરમાર્કેટમાં પ્રવેશ, આજે આઈપીઓ ખુલશે

                     મોરબીના ઉદ્યોગો હવે હરણફાળ ભરી રહ્યા છે અને શેરમાર્કેટમાં પ્રવેશ મેળવી રહ્યા છે અગાઉ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના સાહસો બાદ હવે અગ્રણી કલોક કંપની પણ આજે તા. ૧ જુનથી શેરમાર્કેટમાં પ્રવેશ કરી રહી છે

                    ભારતની અગ્રણી ઘડિયાળ ઉત્પાદક કંપની તરીકે જાણીતી સોનમ કલોક લીમીટેડ ૨૮,૦૮,૦૦૦ શેરનો રૂ. ૧૦.૧૧ કરોડના આઈપીઓ સાથે માર્કેટમાં આવી રહી છે એનએસઈ ઇમર્જ પર લીસ્ટ થનારો આ ઈશ્યુ તા. ૧ જુનના રોજ ખુલ્સ્શે અને તા. ૬ જુન ના રોજ બંધ થશે. જેના પ્રતિ શેર ભાવ રૂ. ૩૬ છે. જેમાં પ્રતિ શેર ફેસ વેલ્યુ રૂ. ૧૦ છે. આઈપીઓમાં રીટેલ વ્યક્તિગત રોકાણકારો માટે ૧૩,૩૨,૦૦૦ શેર અનામત રાખવામાં આવ્યા છે જેમાં ન્યુનતમ ખરીદી હિસ્સો ૩૦૦૦ શેર છે. તેમજ માર્કેટ મેકર માટે ૧,૪૪,૦૦૦ શેર અનામત રાખવામાં આવ્યા છે. બાકી અન્ય રોકાણકારો માટે ૧૩,૩૨,૦૦૦ શેર રાખવામાં આવ્યા છે આ ઈશ્યુ પહેલા કંપનીના ૭૨ લાખ શેર હશે જે ઈશ્યુ પછી ૧,૦૦,૦૮,૦૦૦ શેર થઇ જશે.

        ઈશ્યુ પછી કંપનીની ચુકેવલી મૂડી ૧૦.૦૧ કરોડ હશે ઈશ્યુ પહેલા પ્રમોટરનો હિસ્સો ૧૦૦ ટકા રહેશે જે ઈશ્યુ પછી ૭૧.૯૪ ટકા થશે જયારે પબ્લિક હિસ્સો ૨૮.૦૬ ટકા રહેશે. ઈશ્યુના લીડ મેનેજર હેમ સેક્યુરીટીઝ લીમીટેડ છે અને ઈશ્યુના રજીસ્ટ્રાર બીગ શેર સર્વિસીસ પ્રાઈવેટ લીમીટેડ છે ઈશ્યુ દ્વારા ઉભા કરેલા નાણાથી કંપની ચાલુ મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુતો અને અસુરક્ષિત લોનની ચુકવણી અને પબ્લિક ઈશ્યુનો ખર્ચ પૂરો કરવા માટે કરશે.

           કંપની દર વર્ષે સારા પરિણામો નોંધાવી રહી છે જેમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ માં કંપનીની આવક રૂ. ૩૮.૨૨ કરોડ રહી જે ૩૧ માર્ચ ૨૦૧૭ માં ૩૮.૩૧ કરોડ હતી અને ૩૧ ડીસેમ્બર ૨૦૧૬ માં ૨૭.૧૬ કરોડ હતી જે ડીસેમ્બર ૨૦૧૬ વેચાણ કરતા ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ ના વેચાણમાં ૩૮.૪૩ ટકા ની આવક વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું EBITDA (કરવેરા તથા અન્ય ખર્ચ બાદ કર્યા પહેલાની આવક) માર્જીન વર્ષ ૨૦૧૭ (૯ મહિના) માં ૧૩.૮૮ ટકા હતી જે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૧.૩૦ ટકા હતી પ્રતિ શેર બૂક વેલ્યુ ૨૦૧૬-૧૭ માં રૂ. ૧૨.૯૮ હતી જે વર્ષ ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ માં ૧૬.૧૨ થઇ છે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં કંપનીની કુલ આવક ૨૨.૨ ટકા અન્ય દેશોમાં નિકાસથી થઇ હતી.

 

સોનમ કલોક લીમીટેડની રસપ્રદ માહિતી

             ૨૦૦૧ માં સોનમ કલોક લીમીટેડની સ્થાપના મોરબીમાં કરવામાં આવી હતી કંપનીના પ્રોમોટર જયેશભાઈ શાહનો આ ઉદ્યોગમાં ૩૨ વર્ષનો અનુભવ હોય જેને પાયાથી સંઘર્ષ કરી કંપનીને આજે ભારતના ટોચના ૩ ઘડિયાળ ઉત્પાદકો પૈકી એક બનાવી છે. કંપની વિવિધ કલોકનું ઉત્પાદન કરે છે જેમકે એલઇડી ડીજીટલ કલોક, એલસીડી કલોક, લાઈટ સેન્સર કલોક, પેન્ડ્યુંલમ કલોક, મ્યુઝીકલ કલોક, કંપનીની વિવિધ કલોકની હાલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૭૨ લાખ એકમ છે

             જયારે કલોક મુવમેન્ટની હાલની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨૪૦ લાખ એકમ છે કંપની ઘડિયાળના મુવમેન્ટનું વેચાણ કરે છે કંપનીના ઉત્પાદનો ભારતભરમાં જોવા મળે છે સાથે કંપની ૨૭ દેશોમાં પોતાની ઘડિયાળનું નિકાસ કરે છે કંપનીના કોર્પોરેટ ગ્રાહકોમાં કોકાકોલા, એલઆઈસી, દાલમિયા ભારત સિમેન્ટ, બેંક ઓફ  ઇન્ડિયા . આઈડિયા, નીરમાં ક્રોસીન અને જોયાલુંક્કાસ સહિતની કંપનીઓ છે. કંપની ત્રણ બ્રાંડ હેઠળ ઘડિયાળોનું વેચાણ કરે છે સોનમ, એએમપીએસ અને લોટસ.

 

 

 

Comments
Loading...
WhatsApp chat