મોરબીના નાની વાવડી ચાર રસ્તાને “અટલ ચોક: નામ આપવાની માંગ

સંસ્થાએ જીલ્લા કલેકટરને પત્ર લખી કરી માંગ

વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન દ્વારા મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને “અટલ ચાર રસ્તા” (અટલચોક) નામ આપવા અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને “ભારત રત્ન” અટલબિહારી વાજપેયીજીનું દુઃખદ અવસાન તા. ૧૬-૦૮-૧૮ ના રોજ થયું હતું જેમની પ્રથમ માસિક પુણ્યતિથી તા. ૧૬-૦૯-૧૮ ના રોજ આવી રહી છે ત્યારે દેશની 125 કરોડથી વધુ લોકોના પ્રિય અટલબિહારી વાજપેયીજી આપણાં “અટલજી”ના અવસાનથી દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ શ્રદ્ધેય અટલજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા તેઓની પ્રત્યેની આત્મીયતા અનુસંધાને મોરબી જિલ્લા મથક ખાતે તા. ૧૨-૦૯ ના રોજ વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ટ્રસ્ટી મંડળ તથા સભ્યોની ઉપસ્થિતિમાં સર્વ સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો હતો કે મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને “અટલ ચાર રસ્તા” (અટલચોક) નામ આપવામાં આવે.

તેથી સમગ્ર ટ્રસ્ટ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલ માંગણી અનુસંધાને વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ લોખીલ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. માકડિયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને “અટલ ચાર રસ્તા” (અટલચોક) નામ આપવામાં આવે.

Comments
Loading...
WhatsApp chat