મોરબીની સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું

મોરબીના માળિયા ફાટક નજીકની સોસાયટીમાં વસવાટ કરતી સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે જોકે સગીરાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણી સકાયું નથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

મોરબીના માળિયા ફાટક નજીકની સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલી ભક્તિનગર સોસાયટીની રહેવાસી સરસ્વતીબેન મહેશભાઈ મકવાણા (ઉ.વ.૧૫) નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat