Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સેવાભાવી આધેડે ૭૫ મી વખત રક્તદાન કરી મોરબીવાસીઓને સંદેશ આપ્યો

મોરબીમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના એક ૫૩ વર્ષના સેવાભાવી વ્યક્તિએ જીવનનું ૭૫ મી વખત રક્તદાન કરીને મોરબીવાસીઓને સંદેશ આપ્યો હતો.

મોરબીના મોડપર ગામના રહેવાસી અને સુપર માર્કેટમાં બંધુ ટેઈલર ચલાવતા અમૃતલાલ કગથરા રક્તદાનની પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા છે અને તેઓ સતત રક્તદાન કરતા આવ્યા છે ત્યારે આજે મોરબી ખાતે તેમને રક્તદાન કરીને ૭૫ મી વખત રક્તદાન કર્યું હતું સાથે જ મોરબીમાં રસીકરણ અભિયાન શરુ થવાનું હોય ત્યારે યુવાનો રક્તદાન કર્યા બાદ જ રસી મુકાવે તેવો સંદેશ આપ્યો હતો એટલું જ નહિ તેઓ રક્તદાતાનું લીસ્ટ પણ પોતાની પાસે રાખે છે જેથી ઈમરજન્સી જેવી સ્થિતિમાં દર્દીઓને તુરંત લોહી મળી રહે તે માટે પણ ચિંતા કરે છે

Comments
Loading...
WhatsApp chat