મોરબીના સીનીયર પ્રો. જીનદાસ ગાંધીનું શિક્ષકદિન નિમિતે સન્માન કરાયું

મોરબીના સીનીયર પ્રોફેસર ૮૦ વર્ષે પણ સાયકલ કે સ્કૂટી ચલાવતા, સ્ટાઈલીસ્ટ, જેમની દરેક છટા એમની આગવી છટા છે એવા, હજારો, હજારો, વિદ્યાર્થીઓએ જેમની પાસેથી અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા પ્રતિભાવંત, જૈન ધર્મગ્રંથોના ઊંડાં અભ્યાસુ સક્ષમ શબ્દોના સમર્થ સ્વામી, કોઈ પણ વિષય જેમના માટે અનટચ નથી તેવા અનેક પ્રકારની પ્રતિભા ધરાવે છે એવા પ્રોફેસર જીનદાસ ગાંધીનું “શિક્ષક દિન” નિમિતે સન્માન કરવાનું ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાએ નક્કી કર્યું, અને તેઓને ચાંદલો કરી, મોતી માળા પહેરાવી શ્રીફળ, સાકર પડો સાથે શ્રીમદ રામચંદ્રના પ્રેરક પ્રસંગો પૂસ્તકઅર્પણ કર્યું, આ અવસર પર જ્યોતિસિંહ જાડેજા, જે.પી.જેસ્વાણી, હસુભાઈ પંડ્યા, ડો. અનિલભાઈ મહેતા, ચંદુભાઈ હુંબલ, જયરાજસિંહ જાડેજા, હસુભાઈ દોશી, પરેશભાઈ શાહ, વૈશાલીબેન શાહ તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ લાગણીભીની પળો-ક્ષણોના સાક્ષી બન્યા હતા.પ્રોફે. જીનદાસ ગાંધીએ પણ પોતાના આ પ્રકારના સન્માનથી ભાવવિભોર બન્યા હતા અને ધારાસભ્ય સહીત તમામ કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા હતા અને ઉજ્જવળ રાજકીય કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.

Comments
Loading...
WhatsApp chat