Billboard ad 1150*250 Billboard ad 1150*250

ABVP ના પ્રદેશ સહ મંત્રી તરીકે મોરબી ના સંદિપસિંહ જાડેજા નિમણુક

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થીઓ માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય  પ્રદેશ અધિવેશન ભુજ ,કચ્છ ખાતે 8થી10 જાન્યુઆરી 2022 માં 2021/22 ની પ્રદેશ કારોબારી ની ઘોષણા કરવામાં આવી. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.સંજયભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ મંત્રી તરીકે સુશ્રી.યુતિબેન ગજરે ની નિમણુક કરાઇ.ABVP મોરબી શાખા ના કાર્યકર્તા છાત્ર નેતા સંદિપસિંહ ભીખુભા જાડેજા પ્રદેશ સહ મંત્રી તરીકે ની નિમણુક કરાઇ .જેઓ મૂળ મોરબી ના કાર્યકર્તા છે પૂર્વ માં વિદ્યાર્થી પરિષદ માં તેમણે OMVVIM કોલેજ કેમ્પસ પ્રમુખ, નગર સહ મંત્રી ,નગર મંત્રી, પ્રદેશ કારોબારી સદસ્ય જેવી વિવિધ જવાબદારી વહન કરેલ છે. હાલ આપ મોરબી જિલ્લા સંયોજક ની જવાબદારી વહન કરી રહ્યા છો. આપનો અભ્યાસ BBA માં છે. 2018 થી વિદ્યાર્થી પરિષદ ના સંપર્ક માં છો.વિધાર્થીઓ માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરીને તેમજ વિવિધ કેમ્પસમાંથી વિધાર્થીઓ ને રાષ્ટ્રભાવ જગાડીને  આપ મોરબી જિલ્લા ના વિધાર્થીઓ ના પ્રેરણાસ્ત્રોત બન્યા છો. સંદિપસિંહ જાડેજા ની પ્રદેશ સહ મંત્રી તરીકે નિમણુક થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા ખૂબ જ ગર્વ અનુભવે છે . જેમની નિમણુક થતાં મોરબી શાખા દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું .જેમાં મોટી સંખ્યામાં હાલ ના કાર્યકર્તા તેમજ સ્થાયી કાર્યકર્તાઓ જોડાયા અને અભિનંદન પાઠવ્યા

Comments
Loading...
WhatsApp chat