Billboard ad 1150*250 Billboard ad 1150*250

“કલામંદિર સંગીત કલાસીસ” ના વિદ્યાર્થીઓનો સ્પર્ધામાં દબદબો, પ્રદેશકક્ષાએ કરશે મોરબીનું પ્રતિનિધિત્વ

ગુજરાત સરકારના રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કક્ષાનો યુવા ઉત્સવ અને બાલ પ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં મોરબી જીલ્લાના તમામ તાલુકાના પસંદગી પામેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જે સ્પર્ધામાં મોરબી રવાપર રોડ પર આવેલ દેવેનભાઈ વ્યાસ સંચાલિત કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓ સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થયા છે

જે સ્પર્ધામાં બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં લોકગીત ખુલ્લા વિભાગમાં સોનગ્રા અભિ શૈલેશભાઈ, લોકવાઘ “અ” વિભાગમાં પ્રથમ પનારા વ્રજ જીતેન્દ્રભાઈ અને લોકવાદ્ય “બ” વિભાગમાં પ્રથમ વાછાણી જેનીલ સંજયભાઈ વિજેતા થયા છે જયારે યુવા ઉત્સવમાં ભજન ખુલ્લા વિભાગમાં પ્રથમ નંબરે ધાનજા મંથન ભરતભાઈ, લોકગીત ખુલ્લા વિભાગમાં પ્રથમ નંબરે કરોતરા દેવશી સીધાભાઈ અને હળવા કંઠ્ય સંગીત “અ”વિભાગમાં પ્રથમ નંબરે વ્યાસ પૂજા રસિકભાઈ વિજેતા થયા છે જે સ્પર્ધકો આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

Comments
Loading...
WhatsApp chat