Billboard ad 1150*250

મોરબીના ફિઝીયોથેરાપી કલીનીક દ્વારા વિશિષ્ટ બાળકો માટે નવરાત્રી મહોત્સવ યોજાયો

0 87
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

7 Plus ફિઝીયોથેરાપી ક્લિનીકની આવકારદાયક પહેલ

Post ad 3

ડો.મહેશ ડાભી અને ક્લીનીક સ્ટાફ દ્વારા આયોજન 

જન્મથી જ શારીરિક તથા માનસિક રીતે વિકલાંગ બાળકોને થતી તકલીફો જેવી કે સમાજમાં માન-સન્માનનો અભાવ, સ્કૂલમાં થતી તકલીફો, ડિપ્રેશન,  માતા-પિતાના જીવનમાં થતી તકલીફો વગેરે નિવારવા માટે કંઈકને કંઈક સામાજિક પ્રવૃત્તિઓ થતી રહેતી હોય છે. ત્યારે મોરબીના ખાનગી કલીનીક દ્વારા વિશિષ્ટ બાળકો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

        7 Plus ફિઝીયોથેરાપી ક્લીનીકના ડો. મહેશ ડાભી સતવારા દ્વારા આ પ્રકારની તકલીફ વાળા બાળકોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમના માતા-પિતાની હિંમતને બિરદાવવા કંઈક કરવાની ભાવના સાથે માં દુર્ગાના નવલા નોરતાના પાંચમા દિવસે આ સુંદર આયોજન કરેલ જેમાં મહાઆરતી આ પ્રકારના વિશિષ્ટ બાળકોના હાથે કરાવી તેમને પ્રેત્સાહિત કરવામાં આવ્યા. ત્યાર બાદ જુદી જુદી ચાર રમતનું આયજોન કરેલ. જેમાં ત્રણ બાળકો માટે તેમજ એક તેમના વાલી માટે રાખેલ જેમાં વિજેતાને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરાયા.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat