


મોરબીના લાયન્સનગરમાં રહેતી પરિણીતાને વિચારવાયુ થઇ જતા તેણીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાયન્સનગરમાં રહેતી કાજલબહેન સુનીલભાઈ દેલવાડીયા (ઉ.૨૦) નામની મહિલાએ પોતાના ઘરે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.બનાવ અંગે તપાસ કરતા મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઈ. સી.એચ.શુક્લા સાથે વાત-ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે કાજલબહેનને છેલ્લા ૨ દિવસથી વિચારવાયુ થયું હતું જેથી તેણીએ આ અંતિમ પગલું ભયું છે.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

