


મોરબીના કાલિકા પ્લોટમાં રેહતી માત પુત્રી છેલા ત્રણ દિવસથી લાપતા બનતા તેના પરિવારજનોએ પોલીસ મથકમાં રજૂઆત કરી છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં પરેશભાઈ બુદ્ધદેવ એ એ-ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી છે ગત તારીખ ૨૬ ના રોજ તે બપોરના સમયે ઘરેથી જમ્યા બાદ નોકરી પર ગયો હતો ત્યારબાદ રાત્રીના ૮ વાગે ઘરે પરત આવ્યો ત્યારે તેની પત્ની મેઘાબેન અને દીકરી આરતી (ઉ.વ.૧૨ ) ઘરે ન હતા
અને તેની આજુબાજુ શોધખોળ કરી પણ કઈ ભાળ ન મળી હતી અને સગા સબધી ત્યાં પણ ફોન કરતા ત્યાં પણ ન હતી અને બે દિવસ શોધખોળ બાદ પણ કઈ પતો ન લાગતા મહિલાના પતિએ પોલીસમાં અરજી કરી છે જેમાં વધુમાં મળતી વિગત મુજબ પરેશભાઈના લગ્ન ૧૮ વર્ષ પેહલા મેઘાબેન સાથે થયા હતા જેમાંથી એક પુત્ર વિક્રમ અને એક દીકરી આરતી એમ બે સંતાનો છે
ક્યાં કારણોસર બને લાપતા બન્યા છે તે અગે કઈ જાણવા મળ્યું નથી પણ પરેશભાઈ ની પત્ની અને દીકરી લાપતા બનતા તે ચિતાતુર બન્યા છે પોલીસે અરજી લઈને બને વધુ તપાસ એ-ડીવીઝન આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે જો આ બને કોઈ ભાળ મળે તો પોલીસ મથક જાણ કરવી

