ઈટાલીમાં યોજાનાર એક્સ્પોના પ્રતિનિધિમંડળમાં મોરબીના નીરજ જીવાણીનો સમાવેશ

ઇટાલી ટ્રેડ કમીશન તરફથી આયોજિત ઇટાલીમાં યોજાનાર એક્સ્પો માટે વિશ્વમાંથી પસંદ કરેલા ૨૫ નામાંકિત અધિકારીઓનો પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોરબીના બીલ્ડ એવન્યુ મેગેઝીનના મેનેજીંગ ડીરેક્ટર નીરજ જીવાણીનો સમાવેશ કરવામાં આવતા તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

છેલ્લા ૧૦ વર્ષથી સતત કાર્યરત એવા બીલ્ડ એવન્યુ મેગેઝીન અનેક એસોસીએશન, ટ્રેડ સંસ્થાઓ સાથે મળીને મોરબીના ઉદ્યોગ-વેપારમાં પ્રગતિમાં મદદરૂપ બની રહ્યું છે અને ઇટાલિયન ટ્રેડ કમીશન દ્વારા ઈટાલીમાં યોજાનાર એક્સ્પો માટે વિશ્વમાંથી ૨૫ પ્રતિભાશાળી લોકોનું પ્રતિનિધિમંડળ બનાવવામાં આવ્યું હોય જેમાં મોરબી બીલ્ડ એવન્યુ મેગેઝીનના મેનેજીંગ ડીરેક્ટર નીરજ જીવાણીને આ પ્રતિનિધિમંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે ભારતના સિરામિક ઉદ્યોગમાં મદદરૂપ થાય તેવી સંસ્થાઓ અને આધુનિક મશીનરી ઉત્પાદકોની તેઓ મુલાકાત કરશે.

બંને દેશો વચ્ચે વેપાર સંબંધ વધારવા માટે નવી દિલ્હી ખાતે ઇટાલીના દુતાવાસમાં ઇટાલિયન ટ્રેડ કમીશનની ઓફીસ આવેલી છે જે ઇટલી અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપારને પ્રમોશન માટે કામ કરે છે ઇટાલિયન સિરામિક મશીનરી સેક્ટરને પ્રોત્સાહન આપવાની પહેલના ભાગરૂપે ઇટલી ટ્રેડ એજન્સી અને એસોસીએશન ઓફ ઇટાલિયન સિરામિક દ્વારા પ્રતિનિધિમંડળનું આયોજન કરેલ છે જે વિશ્વમાંથી અગ્રણી કંપનીઓ અને પત્રકારોનો સમાવેશ કરે છે ૨૫ જેટલા નામાંકિત અધિકારીઓણા આ પ્રતિનિધિમંડળમાં મોરબીથી પ્રસિદ્ધ થતું સિરામિક ઉધોગની વાચા આપતુંબીલ્ડ એવન્યુ મેગેઝીનના મેનેજીંગ ડીરેક્ટરને પ્રતિનિધિમંડળમાં સ્થાન મળતા મોરબીમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે અને મોરબીના આ પ્રતિનિધિ ઇટાલીના એક્સ્પોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Comments
Loading...
WhatsApp chat