મોરબીના નવા સાદુળકા ગામે સામાન્ય બાબતે યુવાનને માર માર્યો

મોરબીના નવા સાદુળકા ગામની સીમમાં વાડીમાં સામન્ય બાબતે બોલાચાલી કરી યુવાનને કુહાડી વડે ઘા મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના શોભેસ્વર રોડ પર પાણીના ટાંકા પાસે મફતિયાપરામાં રહેતા શિવલાલ દિનેશભાઈ સુરેલા (ઉ.૨૭)એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે નવા સાદુળકા ગામની સીમમાં કૈલાશભાઈ કાનજીભાઈ જીંજવાડિયાની વાડીએ આરોપી પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા રહે-ભડિયાદ કાંટા નજીક વાળાએ ફરિયાદી શિવલાલભાઈને કેળ મારા સામે ડોળા ફાળે છે તેમ કહી ગાળો આપી વાડીની ઓરડીની બાજુમાં બાવળ કાપવાની કુહાડી પડેલ હોય તે લઈને ફરિયાદી શિવલાલભાઈને માથામાં એક ઘા મારી માથામાં ફેકચર જેવી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat