મોરબીના નવા પીપળી ગામે ચોરીના ઈરાદે આવેલ શખ્સને માર મારતા મોત,ત્રણ સામે ગુનો દાખલ

ગઈકાલે મોરબીના ઘૂટું નજીક આવેલા આઈટીઆઈ પાસે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણ્યા પુરુષના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે તપાસ ચલાવતા તાલુકા પોલીસના પી.એમ. સોલંકી પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર યુવાનના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા જોકે અજાણ્યા પુરુષની હત્યાની પણ પ્રબળ સંભાવના જોવામાં આવી રહી હતી અને પોલીસ તપાસ કરતા આ શખ્સ ચોરી કરવા આવેલ હોય જેથી રહીસો દ્વારા લાકડાથી માર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ કરતા જયેશ રમેશભાઈ રજોડીયા,વિજય મનસુખભાઈ ભાટિયા અને ચિરાગ વાસુદેવભાઈ અઘારાએ માર માર્યાનું સામે આવતા હાલમાં ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે મોરબી તાલુકા પી.એસ.આઈ. એન.બી.ડાભી તપાસ ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat