


મોરબીની નટરાજ ફાટકે આજે બપોરના સમયે પસાર થતી માલગાડીના ડબ્બા અચાનક છુટા પડી ગયા હતા ટ્રેન પસાર થઇ જાય એટલે ફાટક ખુલે અને ઝટ આપણે નીકળી જઈએ તેવી રાહમાં ઉભેલા વાહનચાલકો થોડીવાર માટે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કારણકે માલગાડીના ડબ્બા નોખા થઇ ગયા હતા
જોકે ડબ્બા રેલ્વે ટ્રેકથી નીચે ઉતર્યા નહોતા જેથી કોઈ જાનહાની કે અકસ્માત સર્જાયો ના હતો પરંતુ રેલ્વે તંત્રમાં દોડધામ મચી હતી અને ફાટક પણ એટલો સમય બંધ રહેતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો જોકે આજે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી કારણકે નટરાજ ફાટક બંધ થતા મોટી સંખ્યામાં વાહનો ઉભા હતા ત્યારે જો ડબ્બો પાટા પરથી ખરી પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી ચર્ચા પણ લોકોમાં જોવા મળી હતી

