મોરબીનો મચ્છુ 3 ડેમ ૯૦ % ભરાયો, ૧૯ ગામો એલર્ટ પર

મોરબી શહેર અને જીલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નદી નાળામાં નવાનીરની આવક થઇ છે ત્યારે મોરબીનો મચ્છુ 3 ડેમ 90 ટકા ભરાઈ ચુક્યો છે જેથી મોરબી અને માળિયા તાલુકાના ૧૯ ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

મોરબીનો આવેલ મચ્છુ-3 ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને પગલે પાણીનો ભરપુર આવક થઇ રહી છે જેને પગલે ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારે 665 ક્યુસેક પાણીની આવક ચાલુ હોય હાલમાં મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે, જેથી રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવું પડે તેમ હોવાથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા વનાળીયા, ગોરખીજડીયા,સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર,નવાગામ,રાસંગપર, વિરવિદરકા,ફતેપર, માળીયા અને હરિપરના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat