Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીનો લીલાપર રોડ બિસ્માર હાલતમાં, કલેકટરને કરી રજૂઆત

લત્તાવાસીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું, રોડ રીપેરીંગની કરી માંગ

મોરબીના લીલાપર રોડ પર પાંજરાપોળથી ફિલ્ટર હાઉસ સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોય જે મામલે લત્તાવાસીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી નવો રોડ બનાવી આપવાની માંગ કરી છે.

મોરબીના લીલાપર રોડ પરના રહેવાસીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે લીલાપર રોડ પાંજરાપોળથી ફિલ્ટર હાઉસ સુધીનો રોડ પર રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે તેવો બિસ્માર રોડ છે ચોમાસામાં રોડ પરના ખાડામાં પાણી ભરાય છે તો આ રસ્તો ૨ કિમી જેટલો હોય જે તોડી નાખેલ છે જેથી રાહદારીઓ, વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે

લીલાપર રોડ બન્યાને અંદાજે ૨-૩ વર્ષ થયા છે જે રોડ પર ગાબડા પડ્યા છે જે રોડ તાત્કાલિક રીપેર કરવાની માંગ કરવામાં આવી છે અને અને યોગ્ય પગલા ના લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે લત્તાવાસીઓ સાથે શિવસેના મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા અને કલેકટરને તૂટેલા રોડ અંગે રજૂઆત કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat