



મોરબીમાં આજે અગ્રણી ઉદ્યોગપતિઓ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. ધંધાની ભાગીદારી મામલે ચર્ચા માટે મળેલી બેઠકમાં મામલો ઉગ્ર બન્યો હતો જેમાં ઉદ્યોગપતિએ તેના પાર્ટનરને ઝપાઝપી થઇ હતી .
મોરબીની એક નામાંકિત કંપનીના પાર્ટનર વચ્ચે આજે ભાગીદારી અંગે ચાલતા વિવાદનો નિવેડો લાવવા માટે બેઠક યોજી હતી સિરામિકની જાણીતી કંપનીમાં તેના પાર્ટનરો વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં સિરામિક કંપનીના સંચાલકના પિતા અન્ય હીરાની પેઢીમાં પણ ભાગીદાર હોય જે ભાગીદારી છૂટી કર્યા બાદ તે પાર્ટનરની અન્ય બે સિરામિક કંપનીની ભાગીદારી પણ છૂટી કરવાનો વિવાદ ચાલતો હતો જે મામલે આજે મળેલી બેઠકમાં કોઈ નિવેડો આવવાને બદલે પાર્ટનર વચ્ચે ગરમાગરમી થઈ જતા મામલો વધુ બીચકયો હતો. જેમાં કરોડ રૂપિયાના હિસાબના મામલે તેમજ ભાગીદારી છૂટી કરવાના વિવાદમાં એક અગ્રણી ઉધોગપતિએ તેના જ પાર્ટનરને ઝપાઝપી થઇ હતી જોકે આ મામલે જાણ થતા સમાજના આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ દોડી ગયા હતા ને મામલો શાંત પાડવા લાંબો સમય મથામણ કર્યા બાદ આખરે બધા છુટા પડ્યા હતા જોકે ધંધામાં જ રચ્યાપચ્યા રહેતા જો આ મામલે હજુ સુધી કોઈ સતાવર ફરિયાદ નોધાય નથી

