મોરબીના હાઉસિંગ બોર્ડની ગરબીમાં દીકરીઓએ અદભુત તલવાર રાસ રજુ કર્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

         મોરબીના શનાળા રોડ પર ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી 27 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં નવરાત્રીના નવેનવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલી હતી.જેમાં આ વિસ્તારની બહેનોએ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી.જોકે ગઈકાલે આઠમના રોજ રાત્રે આ વિસ્તારની બહેનોએ અદભુત તલવાર રાસ રજુ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ગરબી યોજાઈ છે.આજના ધમાલિયા ગીત સંગીતના વાતાવરણને જોજનો દૂર રાખીને આજે પણ આ વિસ્તારમાં પ્રાચીન પરંપરા મુજબ જ માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. જેમાં આ વખતે પણ નવરાત્રી મહોત્સવમાં આ પ્રાચીન ગરબીએ ભારે જમાવટ કરી હતી.જેમાં વિવિધ પ્રાચીન રાસોએ ભારે આકર્ષણ ઉભું કર્યું હતું.

આ વિસ્તારની બહેનોએ નવરાત્રી મહોત્સવમાં તલવાર રાસ, ઘૂમર રાસ, દાદા હો દીકરી, ભીંજાઈ ઘરચોળું, અઘોર નગારા સહિતના રાસ રજૂ કરીને માતાજીની પ્રાચીન ઢબથી આરાધના કરી હતી.આ ગરબી ના આયોજન સફળ બનાવવા માટે ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ના તમામ લોકો એ ભારે જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat