

મોરબી જલારામ મંદીરના કાર્યકર્તા રાહુલભાઈ કોટેચાના ધર્મપત્નિ એકતાબેનએ પોતાનો ૨૬માં જન્મદીનની અનોખી રીતે ઉજવણી કરી હતી.જેમાં એકતાબેને ઝુંપડપટ્ટીની મુલાકાત લઈ ત્યાના બાળકો ને બિસ્કિટ, સફરજન, કેળા, સેવ મમરા સહીતની વસ્તુઓનુ વિતરણ કર્યુ હતુ.આ ઉપરાંત ગાય માતા અને શ્વાનને પોતાના હાથે ભોજન આપી અનોખી ઉજવણી કરીને આનંદ મેળવ્યો હતો.