



મોરબી પંથકમાં સામાકાંઠા વિસ્તારમાં યુવતીનો હાથ પકડીને તેની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું જે મામલે યુવતીની ફરિયાદ બાદ પોલીસે તપાસ ચલાવી છે.
મોરબીની રહેવાસી હેતલ આંબલિયા નામની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી નાગજી ચૌહાણ નામના શખ્શે ગત તા. ૧૦ ના રોજ ઉમા ટાઉનશીપ પાસેથી યુવતી જતી હતી ત્યારે તેનો હાથ પકડીને તું મને ગમે છે તેમ કહીને તેની છેડતી કરી હતી જે છેડતી મામલે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. ઉલ્લેખનીય છે કે છેડતીની ફરિયાદ કરનાર મહિલાએ થોડા દિવસ પૂર્વે જ સેવાસદનમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અને તંત્રને લેખિત રજૂઆતમાં પણ છેડતીમાં જે આરોપીનું નામ આપ્યું છે તેને યુવતીની માતા અને તેના પરિવારની જિંદગી બરબાદ કરી હોવાનું જણાવ્યું હતું જેનાથી કંટાળી તેને અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો જોકે યુવતીને આત્મવિલોપન કરતા અટકાવી લેવામાં આવી હતી

