મોરબીના ગાંધીચોકની ગરબી જ્યાં પુરુષો રમે છે રાસ, જુઓ વિડીયો

મહિલાઓ નહિ પુરુષો ગરબે ઘૂમી કરે આરાધના

મોરબી શહેરમાં અનેક પ્રાચીન ગરબીઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબે ઘૂમી માં જગદંબાની આરાધના કરવામાં આવી રહી છે અને ગરબીમાં સામાન્ય રીતે બાળાઓ ગરબે ઘૂમતી હોય છે જોકે મોરબીના ગાંધીચોકની એકમાત્ર એવી ગરબી છે જ્યાં પુરુષો ગરબે ઘૂમે છે

માં અંબાની ભક્તિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે નાની બાળાઓથી માંડીને સૌ કોઈ ગરબે ધૂમેને જગદંબાની આરાધના કરે છે. ત્યારે મોરબીના ગાંધીચોક વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી પંચેસ્વરી મેલડી ગરબી મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આ ગરબીમાં કોઈ મહિલાઓ રાસ રમતી નથી માત્ર ભાઈઓ જ ગરબાની રમઝટ બોલાવે છે. પંચેસ્વરી મેલડી ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખી છે તેમજ ભાઈઓના રાસની સાથે સાથે માતાજીના વેશભૂષાનું આયોજન કરવામાં આવે છે. અતિ પ્રાચીન પરંપરા પ્રમાણે ચાલતી આ પંચેસ્વરી મેલડી ગરબીમાં મોટી સંખ્યામાં મોરબી વાસીઓ જોવા આવે છે.

જુઓ વિડીયો…………

Comments
Loading...
WhatsApp chat