


મોરબીના ઝુલતા પુલ નજીક આવેલ ફર્સ્ટ સ્ટેપ પ્રી સ્કૂલના ત્રીજા વર્ષ નિમિતે વાર્ષિકોત્સવ અને પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્કૂલના તેજસ્વી છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.
મોરબીમાં છેલ્લા બે દાયકા થી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ દંપતિ દિલીપસિંહ જાડેજા અને સીમા જાડેજા ની સંસ્થા ફર્સ્ટ સ્ટેપ પ્રિ સ્કૂલે બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમા મંગલ પ્રવેશ કર્યો છે.ત્યારે સંસ્થાનો પ્રથમ વાર્ષિકોત્સવ અને પદવીદાન સમારોહ યોજાયો હતો. પ્રિ સ્કૂલના છેલ્લા વિભાગમા આવતા બાળકોને યુનિવર્સિટીમાં મળે તેમ પદવી એનાયત કરવામાં આવી હતી.તેની સાથે સાથે તમામ બાળકોએ જુદીજુદી કૃતિઓ રજૂ કરીને સોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા દિલીપસિંહ જાડેજા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હત. કાર્યક્રમમા વાલીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા