Billboard ad 1150*250

મોરબીના ડે.કલેકટરને યોગ્ય માહિતી ન આપવા બદલ રૂ. ૫ હજારનો દંડ

0 708

બનાવની મળતી વિગતઅનુશાર રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા અને ટંકારામાં ખેતીકામ કરતા ભરતભાઈ સોલંકીએ ટંકારા-મોરબી વિસ્તારમાં જમીન કૌભાંડોની વિગતો માહિતી અધિકાર હેઠળ માગી હતી.જે વિગતો આપવાને બદલે સંબંધિત પ્રકરણોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો રેડીમેઈડ જવાબ આપી દેવામાં આવતા જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું.પરંતુ આ વિગતો આપવામાં નહિ આવતા અરજદારે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી જેના કારણે મોરબીના નાયબ કલેકટર એન.એફ.ચૌધરીને આ મુદે સ્પષ્ટતા કરવા આયોગ સમક્ષ હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો.બે-ત્રણ વખતના સરકારી આદેશ પછી પણ તેઓ આયોગ સમક્ષ હાજર નહિ થતા તા.૫ ના ર્ક હુકમમાં માહિતી આયોગે રૂ.૫ હજારનો દંડ ફટકાયો હતી.આ પાંચ મુદાની વિગતો અરજદારને નહિ મળતા આ મુદે મોરબીના નાયબ કલેકટર એન.એફ.ચૌધરીને તેમના સ્વભંડોળમાંથી અથવા પગારમાંથી દંડની રકમ કપાત કરીને ૧૫ દિવસમાં જમા કરવા જણાવ્યું હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat