Billboard ad 1150*250

મોરબી : કોલેજીયનોએ હોસ્ટેલના જુના ગાદલામાંથી નવા બનાવી સંસ્થાને અર્પણ કર્યા

0 135
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વેસ્ટમાંથી બેસ્ટ કરીને કરી ગરીબોની સેવા

Post ad 2
Post ad 3

        મોરબીની એલ ઈ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્થાઓ ચલાવાય છે જેના થકી કોલેજીયન યુવાનો સામાજિક અને સેવાભાવી પ્રવૃતિઓને વેગ આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં દિવાળીના તહેવારો પૂર્વે હોસ્ટેલના જુના ગાદલામાંથી નવા બનાવી જરૂરિયાતમંદ સુધી પહોંચાડી યુવાનોએ પ્રેરણા પૂરી પાડી છે

        મોરબીની એલ ઈ કોલેજના વિદ્યાર્થીઓ ધ્રુવિન રાખોલિયા અને વિરલ ભડાણીયા સહિતના યુવાનો દ્વારા ટીમ વિઝન મોરબી નામની સંસ્થા બનાવાઈ છે જે સંસ્થા દ્વારા તાજેતરમાં કોલેજની હોસ્ટેલમાં નકામાં થઇ ગયેલા ૬૫ જેટલા જુના ગાદલા એકત્રિત કરીને પ્રોફેસર કે એફ ભેટારીયાના આર્થિક સહયોગથી જુના ગાદલામાંથી ૩૦ નવા ગાદલા બનાવવામાં આવ્યા હતા અને આ ગાદલા ગરીબ બાળકોના આશ્રયસ્થાન એવી રાજકોટની HEBRON CHARITABLE TRUST – RAJKOT ને અર્પણ કરવામાં આવ્યા હતા

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat